બનાસકાંઠામાં દિવસે દિવસે પાણીના તળ ઉંડા જતા ખેડૂતો ને સિંચાઈ માટે પાણીની તીવ્ર તંગી સર્જાય છે ત્યારે કેટલાક જાગૃતખેડૂતો સરકાર પાસે મદદ મંગાવાને બદલે ચોમાસામ વેડફાતા પાણીનો સંગ્રહ કરી આત્મનિર્ભર બની રહ્યા છે જોઈએ આઅહેવાલમાં. બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે અને તેમાંય વળી છેલ્લા કેટલાક વર્ષોથીઓછા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણી માટે પણ લોકોએ દૂર દૂર સુધી ચાલીને પાણી લાવવું પડે છે એવામાં ડીસા તાલુકાના થેરવાડા ગામ માં એક જાગૃત ખેડૂતે સરકાર કે કુદરત સામે લાચાર બનીને મદદમાગવાના બદલે ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ ખેતી કરી શકાય તે માટે પોતાના ખેતરમાં ભગીરથ કાર્ય શરૂ કરી આત્મનિર્ભર બની રહ્યા છે
અને આ ભગીરથ કાર્ય એટલે જાતે જ ખેત તલાવડી બનાવવાનું કાર્ય. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 100 થી પણ વધુ ખેડૂતોએ પોતાના ખેતરમાં જાતે ખેત તલાવડી બનાવી છે આ ખેત તલાવડીમાં ચોમાસા માં વહીજતાં પાણીનો સંગ્રહ થશે અને તે જ પાણીથી આખુ વર્ષ ખેતરમાં ખેતી માં થશે. રમેશભાઇ ચૌધરી હાલ તો પોતાના ખેતરમાં પ્રવીણભાઈ માળી ના માર્ગદર્શન હેઠળ 20 ફૂટ ઉડી ખેત તલાવડી બનાવી છે જેમાં શિયાળુ અને ચોમાસુ ખેતી કરી શકાય તેટલુંપાણી એકત્રિત કરી શકાશે જ્યારે રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું છે કે જે પ્રમાણે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે તેની સામે ખેડૂતોએ ખેતી કરવા માટે વધુમાં વધુ ખેત તલાવડી બનાવવામાં આવે.