વિસાવદરનાં પ્રેમપરા ગામનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પત્નીની હત્યા કરી પતિએ લાશને શેઢાળીની બખોલમાંદાટી દીધી! સસરાની અરજીના આધારે પોલીસે ફરાર જમાઈને પકડી કડક પૂછતાછ કરતાં દોઢ-બે મહિના પહેલા આચરેલાજધન્ય કૃત્ય પરથી આજે પડદો ઊંચકાયો. કહેવાય છે કે પતિ અને પત્ની ના સબંધો પવિત્ર હોય છે અને જન્મો જન્મ ના માનવામાં આવતા હોય છે,ભારતીય નારી પોતા ના પતિ ને પરમેશ્વર માનતી હોય છે, પરંતુ પત્ની ને ક્યાં ખબર હતી કે જેમનેતે પરમેશ્વર માને છે એજ પતિ રાક્ષસ થી પણ વધુ નીચ નીકળશે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જુનાગઢ નાવિસાવદરમાંથી જ્યાં પતિએજ પત્ની ની નિર્મમ હત્યા કરી લાશ ને દાટી દીધી. વિસાવદર ના પ્રેમપરા ગામની ઘટના છે જ્યાં 2 માસ પહેલા જ પ્રેમલગ્ન કરી એક યુગલ રહેતું હતું,
કોઈ ઘર કંકાસ જેવા કારણો સર આજ થી દોઢ બે મહિના પહેલા પતિ એતેમની જ પત્ની ને મોત ને ઘાટ ઉતારી દીધી , સવાલ એ થાય છે કે એવું તે શું કારણ હતું કે પ્રેમ લગ્ન કરનાર પતિ જ પત્ની નો હત્યારો બન્યો ?? , દોઢ થી બે મહિને હકીકત ત્યારે બહાર આવે છે જ્યારે પુત્રી ને જોવા આવેલા માતાપિત્તા ને શંકા જાય છેઅને પોલીસ ને અરજી કરેછે , પોલીસે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપી કબૂલાત આપે છે, આરોપી પતિ પત્નીનેમારી દફનાવી દીધાની કબૂલાત પોલીસ ને આપે છે , વિસાવદરમાં પત્નીની હત્યા તેમના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનુંસામે આવે છે, વિસાવદર ના પ્રેમપરા ગામની અંદર 2 માસ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા, પોલીસે આરોપીની અટક કરી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવે છે, પોલીસે મૃતદેહને કબ્જો લેવા હાથ ધરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે