પાટણ શહેરના બ્રહ્માકુમારીમાર્ગ પર આવેલ અને આનંદ સરોવરને જોડતી વરસાદી પાણીના નિકાલની કેનાલની એક તરફ છેલ્લાઘણા વર્ષોથી ૨૦ જેટલા ગરીબ પરીવારો કાચા પાકા મકાનો બાંધી વસવાટ કરી રહયા છે આ પરીવારના મોભીઓ છુટક મજુરીતેમજ અન્ય નાનો મોટો રોજગા ૨ કરી પરીવારનું ગુજરાન ચલાવી રહયા છે.નગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ બીજારેલ્વેનાળા થી બ્રહ્માકુમારી માર્ગ અને આનંદ સરોવરને જોડતી વરસાદી પાણીના નિકાલની કેનાલનું રીપેરીંગ કામકાજ કરવામાં આવ્યું હતું . ત્યારે હાલમાં કેનાલની એક તરફ વસવાટ કરતા ૨૦ જેટલા ગરીબ પરીવારોના ઘર નજીક નગરપાલિકા દ્વારા દિવાલ ચણી દેવામાં આવતા આ પરીવારના આવન જાવનનો રસ્તો બંધ થઇ જવા પામ્યો છે.
જેને લઇ સત્તાધીશો દ્વારા કેનાલ પર વસવાટ કરતા પરીવારોને કોઇપણ જાતની નોટીસ કે જાણ કર્યા સિવાય દિવાલ બનાવવાની કામગીરી શરુ કરતા આ પરીવારો
મુશ્કેલીમાં મુકાયા છે . હાલમાં કેનાલ પર ચાલી રહેલ દિવાલ ચણતરના કામને પરીવારની મહિલાઓને દિવાલ કુદીને જવાનીફરજ પડી રહી છે જે આ તસ્વીરોમાં દશ્યમાન થઇ રહયું છે . તો આ ગરીબ પરીવારો મજબુરીને લઇ તંત્ર સામે કંઇપણ કહેવામાટે ચૂપકીદી સેવી રહયા છે . જો કે હાલમાં આ પરીવારજનોનો આવન જાવનનો વર્ષો જુનો રસ્તો છીનવાઇ જતાં તેઓની હાલત કફોડી બની છે .