ચૂંટણી પહેલા રાજકોટમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી ધુણ્યા. એક કહેવત છે કે ઘરના ભૂવા અને ઘરના ડાકલા, આકહેવત જેવું જ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી સાથે થયું છે. રાજકોટ તાલુકામાં રાજ્યમંત્રીનું ગામ ગુંદા છે ત્યાં રૈયાણી પરિવારે માતાજીનો માંડવો યોજ્યો હતો. આમંત્રણ પત્રિકામાં મંત્રીએ રાખડીબંધ ભૂવા તરીકે નામ લખાવ્યું હતું.
ખાસિયત એ છે કે અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે અને આમંત્રણ પત્રિકામાં પણ મંત્રીનેબદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખાયું છે. માંડવો શરૂ થયો એટલે થોડી જ વારમાં મંત્રી રૈયાણીએ ધૂણવાનું ચાલુકર્યું હતું અને સાંકળ લઈને પોતાના પર કોરડા ફટકાર્યા હતા. શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા પણ રૈયાણી વર્ષોથી ભૂવા તરીકે ઓળખાય છે અને માંડવો હોય ત્યારે ધૂણે જ છે.