ફરહાન અખ્તર સ્ટાર ફિલ્મ ‘તૂફાન’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરીવાર ફરહાન સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં દેખાવાનો છે. આ લુક માટે બોડી બનાવવા માટે તે ઘણા સમયથી ટ્રેનિંગ લઇ રહ્યો હતો. ફરહાને સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લુક રિલીઝ કરતાં લખ્યું કે, ‘તૂફાન ઉઠેગા. ફર્સ્ટ લુક. તૂફાન 2 ઓક્ટોબર 2020ના રિલીઝ થશે……આવતા વર્ષે આ જ દિવસે ગાંધી જંયતીના રોજ જ્હોન અબ્રાહમ સ્ટારર ‘સત્યમેવ જયતે 2’ અને વિકી કૌશલ સ્ટારર ‘ઉધમ સિંહ’ પણ રિલીઝ થવાની છે. એટલે 2 ઓક્ટોબર 2020ના રોજ ત્રણ ફિલ્મો વચ્ચે થિયેટરમાં ક્લેશ થશે……
ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મેહરા આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. ફરહાન અને રાકેશ ઓમપ્રકાશ મેહરાએ અગાઉ 2013માં પણ સ્પોર્ટ્સ ડ્રામા ‘ભાગ મિલ્ખા ભાગ’માં સાથે કામ કર્યું હતું. અંજુમ રજબઅલી ફિલ્મના રાઇટર છે. આ ફિલ્મને રિતેશ સિધવાની, ફરહાન અને રાકેશે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં પરેશ રાવલ ફરહાનના બોક્સિંગ કોચના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ કોઈ રિયલ સ્ટોરી પર આધારિત નથી…..ફરહાનને ફિલ્મ માટે કિક બોક્સિંગની ટ્રેનિંગ આ ગેમના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ડ્ર્યુ નીલે આપી છે. નીલે તેના સોશિયલ મીડિયા પર ફરહાનના ઘણા ટ્રેનિંગ સેશનના વીડિયો અને ફોટો શેર કર્યા છે.