ભરૂચના સંતોષી વસાહત સ્થિત હજરત નન્નું મિયા રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્નકરાઇ, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. ભરૂચના સંતોષી વસાહત સ્થિત સુપ્રસિધ્ધ હજરત નન્નું મિયારહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર મોટી સંખ્યામાં ઉપસ્થિત અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્નકરાઇ હતી. આશરે છેલ્લા નવસો વર્ષથી દરગાહ શરીફ પર સંદલ શરીફની રસમ અદા કરવામાં આવે છે. હજરત સૈયદ અબ્દુલ રહેમાન બાપુ સાહેબ તેમજ હજરત સૈયદ રસુલમિયા બાપુ સાહેબ તેમજ તેઓના વંશજોની હાજરીમાં સંદલ શરીફનું ઝુલુસ પ્રયાણ થયું હતું.
સંદલ શરીફનું ઝુલુસ વિવિધ માર્ગો પરથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. સંદલ શરીફનું ઝુલુસસલાતો સલામના પઠન સાથે પસાર થયું હતું. જેમાં મોટી સંખ્યામા અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. દરગાહ શરીફ પર પહોંચ્યાબાદ પરંપરાગત સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ત્યારબાદ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફ ઝાકમઝોળ રોશનીથી ઝળહળી ઉઠી હતી. સમગ્ર કાર્યક્રમને દરગાહ કમિટીના સંચાલકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો…