પંચમહાલના કાલોલના ઝીલીયા નજીક કરાડ નદીમાંથી ખનીજ વિભાગે રેતી ભરતા ત્રણ ટ્રેક્ટર ઝડપી પાડયા હતા . કાલોલતાલુકાના ઝીલીયા ગામ નજીક આવેલી કરાડ નદીમાંથી વહેલી સવારથી મોડી રાત સુધી ગેરકાયદેસર રીતે રેતી ખનન નુંકામકાજ ચાલી રહ્યું હોય છે ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવે છે તથા સોશિયલમીડિયા દ્વારા ગેરકાયદેસર રેતી ખનન ના વિડિયો ફોટા અપલોડ કરી ગેરકાયદેસર રીતે થતું રેતીખનન અટકાવવાની માગણી કરવામાં આવે છે અને તેને લઇને સમાચાર પ્રસિદ્ધ થયા હતા ત્યારબાદ રવિવારના રોજ ખનીજ વિભાગની ટીમ દ્વારા ઝીલીયાગામ પાસે આવેલી કરાડ નદીમાં ઓચિંતો છાપો મારતા ખનીજ માફિયાઓ માં ભાગદોડ મચી જવા પામી હતી ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ત્રણ ટ્રેકટરો ને સ્થળ ઉપરથી ઝડપી પાડી અંદાજે રૂપિયા ૨૦ લાખનોમુદ્દામાલ કબજે કર્યો હતો તથા આગળની દંડાત્મક કાર્યવાહી માટે ટ્રેક્ટર માલિકોના નામ સરનામાં મેળવવાની ગતિવિધિ તેજ કરી હતી.
- Advertisement -
Latest News
- Advertisement -