સુરતના નવસારી ખાતે રાધે રેસીડેન્સી પુષ્પા વિહાર સોસાયટી જયશંકર પાર્ટી પ્લોટ ના બંધ એપાર્ટમેન્ટ માં ચોરી નો વણશોધાયેલ ગુનો શોધી ૪,૨૧,૪૦૦/- રૂપિયા નાં મુદામાલ સાથે નવસારી એલ.સી.બી પોલીસે ગણતરી ના સમય માં જ આરોપી ને ઝડપીપાડ્યો. નવસારી એલ.સી.બી. પોલીસે ગણતરી ના સમય માં જ ચોરી નો વણશોધાયેલ ગુનો શોધી ૪,૨૧,૪૦૦/- રૂપિયા નાંમુદામાલ સાથે આરોપી ને ઝડપી પાડ્યો નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા જિલ્લા માં વાહન ચોરી ઘરફોડ ચોરી તથા અન્ય મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે વોચ રાખી માહિતી મેળવી સફળ કામગીરી કરવા માટેએલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. કોરાટ નાઓ ને જરૂરી સુચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જે અંગે અસરકારક કામગીરી કરવા માટે એલ.સી.બી. પી.આઇ. શ્રી ડી.એસ કોરાટ દ્વારા એલ.સી.બી. સ્ટાફના પી.એસ.આઇ. એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફ ને ખાનગી બાતમીદારો રોકી ફળદાયક હકીકત શોધી કાઢવા માટે સૂચના આપી હતી
તારીખ ૨૩/૫/૨૦૨૨ નાં રોજ રાધે રેસીડેન્સી પુષ્પા વિહાર સોસાયટી જયશંકર પાર્ટી પ્લોટ નવસારી ખાતે બંધ એપાર્ટમેન્ટ માં ચોરી થયેલ હોવાની ફરિયાદ
દાખલ કરવામાં આવી હતી જે ગુના નાં કામે એલ.સી.બી. શાખા નાં પોલીસ કર્મચારીઓની તપાસ દરમિયાન ૨૪/૫/૨૦૨૨ નાંરોજ એ.એસ.આઈ સુનીલ સિંહ દેવિ સિંહ તથા પી.સી અર્જુનભાઈ પ્રભાકર નાઓ ને તેમના ખાનગી બાતમીદારો એ હકીકતજણાવેલ કે એક ઈસમ ચોરી નાં દાગીના વેચવા નવસારી શહેર વિસ્તારમાં નિકળેલ છે મળેલી બાતમીના આધારે ૨૪ વર્ષિય આરોપી ક્રોનિલ ચેતન ભાઈ દફ્ચરી રહે શાંતાદેવી રોડ નવસારી નાં ને ચોરી નાં ૪,૨૧,૪૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે