સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની મલ્ટી સ્પેશિયાલિસ્ટ કે.એચ. હોસ્પીટલનો લોકાર્પણ કાર્યક્રમ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે યોજાયો. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ભિલોડા ત્રણ રસ્તા ભિલોડા હાઇવે પર અતિ આઘુનિક સુવિધાઓથીસજ્જ તેમજ સામાન્ય અને જટિલ રોગોના નિદાન સાથે નવનિર્માણ પામેલ કે.એચ હોસ્પીટલનો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ , સાબરકાંઠા સાંસદ , ધારાસભ્ય હિતુ કનોડિયા , પૂર્વ ધારાસભ્ય રમણ વોરા અને આમંત્રિત મહેમાનોના હસ્તે યોજાયો હતો
આ હોસ્પિટલ ખાસ સુવિધાઓથી સુસજજ છે જેમા આઘુનિક મશીનરી આઈ.સી.યુ, ઈમરજન્સી , ઓપરેશન થિયેટર જેવી વિવિધ સેવાઓ સહિત ૧૦૦ જેટલા બેડ અને સેન્ટ્રલ એ.સી સાથે નિર્માણ પામેલહોસ્પીટલમા ૮ જેટલા તબીબો 24×7 કલાક ઈડર તાલુકા સહીત અંતરિયાળ વિસ્તારમાથી આવતા દર્દીઓની સારવાર અર્થેનિર્માણ પામેલ આઘુનિક હોસ્પીટલને આરોગ્ય મંત્રીએ રીબીન કાપી ખુલ્લી મૂકી હતી જેમા દુરદુરથી સારવાર અર્થે આવતાદર્દીઓની સારવાર કરાશે હોસ્પીટલના લોકાર્પણ કાર્યક્રમમા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ભારતીયજનતા પાર્ટીના અગ્રણીઓ , હોદ્દેદારો સહિત આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા સાથે લોકાર્પણ કાર્યક્રમમાઉપસ્થિત મહેમાનો અને ક્લાપ્રેમીઓને ગુજરાતના નામાંકિત કલાકારો વિજય સુંવાળા , કાજલ પ્રજાપતિ , દિવ્યા ચૌધરી સહિતના કલાકારોએ સૂરીલા કંઠે લોકડાયરામા ગુજરાતી ગીતોની જમાવટ સાથે મોજ કરાવી હતી જેમા હજારોની સંખ્યામા ચાહકો ઉપસ્થિત રહ્યા હતા