ભરૂચ તાલુકાના મહેગામ ખાતે કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ ગામની મિલકતો અને જમીનનો ડ્રોન સર્વે કરવા આવેલીટીમ સામે ગામની મહિલાઓએ પ્રચંડ વિરોધ ઉઠાવી "પાણી નહીં, તો સર્વે નહીં" માંગ ઉઠાવી હતી. એક તરફ સરકારઆઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહી છે, જ્યારે બીજી બાજુ ભરૂચ તાલુકાનું મહેગામ ગામ આજે પણ પાણી માટે ગુલામીજેવી અવસ્થામાં જીવે છે. આઝાદીના ૭૪ વર્ષ થવા છતાં સરકાર હજી આ ગામમાં પાણી પહોંચાડી શકી નથી. નર્મદા કાંઠેવસેલું મહેગામ આજે પાણી માટે વલખાં મારે છે. આજે પણ આ ગામમાં મહિલાઓને ગામના તળાવમાંથી પાણી ભરીને લાવવુંપડે છે. સરકારે પાંચ વર્ષ પહેલાં પાણી પુરવઠાની યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચે પાઇપ લાઇન નાખી છે. પરંતુ તેમાં પાણીનું એક ટીપું ગામને મળ્યું નથી. આ લાઈનો આજે પણ કોરી કટાક છે.
કારણ કે, સરકારે પાઇપ લાઇન તો નાખી પણ તેમાં પાણીઆપ્યું નથી. પાણી વિના ટળવળતા ગ્રામજનોએ અને મહિલાઓના ટોળાએ તાજેતરમાં જ સરકારની એક યોજનામાં ગામનોસર્વે કરવા ગયેલી ટીમને ગામની મહિલાઓએ આડે હાથ લઈ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકારનીસ્વામીત્વ યોજના હેઠળ સરકારની ટીમ મહેગામ ખાતે પહોંચી હતી, અને ગામની મિલકતો તથા જમીનોની ડ્રોન મારફતે સર્વેકરવાની કામગીરી હાથ ધરવાની શરૂઆત કરી હતી. જેની સામે ગ્રામજનોએ પ્રચંડ વિરોધ ઉઠાવ્યો હતો. ગ્રામ પંચાયતે પણ જ્યાસુધી ગામમાં પાણીની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી સરકારની યોજના હેઠળના સર્વેનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે…