વડોદરા શહેરના સુરસાગર તળાવમાં છેલ્લા એક મહિનામાં ચારથી પાંચ વખત અસંખ્ય માછલીઓના તેમજ કાચબાઓના મોતનિપજ્યા છે.જ્યારે થોડા દિવસ પૂર્વે માછલીઓના મોત બાદ પાલિકા તંત્ર દ્વારા ત્વરીત નિકાલ અને કામગીરીના અભાવેમાછલીઓ સડી જતા વિસ્તારમાં ભારે દુર્ગંધ વ્યાપી હતી.ત્યારે છેલ્લા બે દિવસથી વિસ્તારમાં દુષિતમય વાતાવરણ સર્જાતાપસાર થતા લોકો અને વાહનચાલકો હાલાકીનો ભોગ બનવા પામ્યા હતા.ત્યારે તીવ્ર દુર્ગંધ વચ્ચે કર્મચારીઓ દ્વારા તળાવમાંથી મૃત માછલીઓને કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં છેલ્લા એકમહિનામાં ચારથી પાંચ વખત અસંખ્ય માછલીઓના મોત થયા હતા માછલીઓના મોત બાદ તંત્ર દ્વારા સાફ-સફાઈ કરવામાં નહીં આવતા તળાવમાં ગંદકીનો માહોલ તેમજ વિસ્તારમાં વાતાવરણ સર્જાયું હતું
જે બાદ મોડે મોડે સફાળા જાગી ઉઠેલા તંત્ર સુરસાગર તળાવમાં કોન્ટ્રાક્ટના મજૂરો દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી.એક તબક્કે જ્યારે લોકો પણ માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ વચ્ચે ઉભા નહીં રહી શકતા.ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે મજૂરો ભારે હાલાકી વેઠી મૃત માછલીઓને બહારકાઢી હતી.કર્મચારીએ જણાવ્યું હતું કે અમે સવારથી આ મૃત માછલીઓને કાઢીને થાકી ગયા છે.મોટી સંખ્યામાં અહીં માછલીઓમરી ગઈ છે.બે દિવસથી ખડે પગે અમે કામગીરી કરી રહ્યા છે. સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી અમે મૃત માછલીઓ કાઢીરહ્યા છે.અમે કોન્ટ્રાક્ટમાં કામ કરીએ છીએ.તળાવમાં ખૂબ જ ગંદકી છે.ગત રોજ આશરે 30 કોથળા ભરીને 800 કિલો ઉપરાંત મૃત માછલીઓ બહાર કાઢવામાં આવી હતી.