હાલમાં ગુજરાતમાં ચોરેતરફ લગ્નનો માહોલ વર્તાય રહ્યો છે, ત્યારે હિંમતનગરમાં ખૂબ જ શાનદાર અને ભવ્ય લગ્નસમારોહ યોજાયો હતો, જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે ને કે, લગ્નમો પ્રસંગ ખૂબ જ અનેરોહોય છે અને તેને યાદગાર બનાવવા ખાસ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. લગ્નની કંકોત્રી થી લઈને જાન સુધીનીતમામ પળોને અનોખી બનાવે છે. હિંમત નગરની ગલીઓમાંથી નીકળેલ વરઘોડો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષયબન્યો છે કારણ કે ભાગ્યે જ કોઈ વરરાજાનો વરઘોડો શહેરમાંથી આટલી ભવ્ય રીતે પસાર થયો હતો. હિમતમગરનાંરહેવાસી આદિત્ય પંકજ વાઘેલાના લગ્ન યોજાયા હતા જેને ખૂબ જ અનોખી રીતે વરઘોડો કાઢ્યો હતો. અત્યાર સુધી તમે અનેક વરઘોડા જોયા હશે પરતું આદિત્યએ બાજીરાવની થીમ આધારિત પોતાનો વરઘોડો કાઢ્યો હતો.
આદિત્યએ બાજીરાવ મલ્હાર જેવી જ શેરવાની અને પાઘ પહેરી અને હાથમાં તલવાર રાખી હતી. તેમજ સૌથી વધારે આકર્ષકનું
કેન્દ્ર બન્યું હતું શાહી હાથી! આ વરઘોડામાં રજવાડી બગી, ઊંટ,ઘોડા,અને ફુલોથી સજાયેલી ગાડી ઓ અને વાઘેલાપરીવાર અને મહેમાનો રજવાડી ઠાઠ સાથે નીકળ્યા હતા જાણે મહારાજની સવારી નીકળી હોય. સીવીલ સર્કલરુષીનગર(વાલ્મીકી વાસ) હિમતનગર થી નીકળી ઈડર ગામે જાન પહોંચી હતી. વરરાજાએ લગ્નમાં માંડવે જાજરમાન રીતે એન્ટ્રી કરી હતી. યુવાને પોતાના લગ્નને ખૂબ જ શાનદાર બનાવેલ. આદિત્ય વાઘેલા ત્યારે ચર્ચામાં આવેલ જ્યારે તેને પોતાના લગ્નનું પ્રિવેડિંગ ફોટોશૂટ ભગવાન મહાદેવામાં મંદિરમાં કરાવ્યું હતું. પરિવારના સભ્યો પાસેથી જાણવા મળ્યું છે કે,આદિત્ય પંકજભાઈ વાઘેલા એનાનપણ થી સાધુ સંતો ના ચરણો મોટો થયો છે.