છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે. રોજે કોઈને કોઈ જગ્યાએ ચોરીઅને લૂંટના બનાવી બની રહ્યા છે. પોલીસ અને પ્રસાસનનો જાણે કે ડર જ ના હોય તેમ આવા ઇસમોચોરી એને લૂંટને અંજામ આપી રહ્યા છે. ત્યારે રાજકોટ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત છે. ત્યારે રાજકોટના ધોરાજી પોલીસે ચાર જગ્યાઓ પર થયેલ લૂંટનો ભેદ ઉકેલી એક ઈસમને ઝડપી લીધો છે.
ધોરાજી શહેરમાં છરી બતાવી રોકડ, મોબાઇલ સહિતની વસ્તુઓની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલ ચાર ઈસમ સામેલ હતા જેમાં
ત્રણ સગીર હોવાનું સામે આવેલ છે. પોલીસે કારણ ઉર્ફે કૂકડો ઉર્ફે કૌશિક હીરાભાઈ વાણિયા નામના ઇસમની અટકાયત કરી છે. ઝડપાયેલ વ્યક્તિ પાસેથી એક મોટરસાયકલ, રોકડ રકમ, મોબાઇલ સહિત 43150 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.