પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયત ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિનીમીટીંગ યોજાઈ. હાલોલ તાલુકાના બાસ્કા ગામમાં બે કોમ વચ્ચે સર્જાયેલ તંગદિલી ની પગલે કાલોલ નગરમાં પોલીસ એલર્ટજોવા મળી રહી છે જેને પગલે બુધવારે બપોરના સમયે કાલોલ તાલુકા પંચાયત હોલ ખાતે પંચમહાલ જિલ્લાના એસ.પી હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં જીલ્લા પોલીસ વડા સાથે હાલોલ ડીવાયએસપી,કાલોલ સિનિયર પીએસઆઇ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા
ત્યારે જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે હાલ બાસ્કામાં બનેલ ઘટના ને લઈ ગામ નો માહોલ ડોળવાય નહિ અને ગામમા શાંતિ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા માં ખોટા મેસેજ વાયરલ ના થાય અને કોઈપણ સમાજ ની લાગણી ન દુભાય તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું અને અફવાઓ થી દુર રેહવા જણાવ્યું હતુ જેમાં કાલોલ શહેરના હિન્દુ મુસ્લિમ અગ્રણી આગેવાનો સહિત ગામના જાગ્રુત નાગરિકોએ હાજરી આપી હતી અને જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા આપેલ માહિતી ની શાંતિ થી સાંભળવામાં આવી હતી અને આ શાંતિ સમિતિની મિટિંગ ને સફળ બનાવી હતી.