અમરેલી પાલિકાનું ફૂડ વિભાગ સક્રિય થયું છે, અને ઠેર ઠેર દરોડા પાડી અખાધ્ય વસ્તુઓનો નાશ કરીરહી છે. ત્યારે અમરેલી પાલિકા દ્વારા અખાદ્ય કેરીઓની વખારો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અખાદ્ય કેરીઓ પકડાઈ હતી. જેને પગલે અમરેલી પાલિકાના ફ્રુડ વિભાગ દ્વારા અખાદ્ય કેરીઓનો નાશ કરવામાં આવ્યો હતો..
અમરેલી ફ્રુટના વેપારીઓની વખારોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 70 કિલો જેટલી અખાદ્ય કેરીઓ અને સડેલી કેરીઓ પાલિકાએ જપ્ત કરી નાશ કર્યો હતો. લોકોના આરોગ્ય અંગે પાલિકા ફ્રુડ વિભાગ સક્રિય થયું છે ત્યારે ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જોકે ચેકીંગ દરમ્યાન કેરીઓ પકવવામાં વપરાતું કાર્બન મળ્યું ના હતું.