અમરેલી માટે ગર્વની વાત કહી શકાય તેવા સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અમરેલી પાલિકાના ફાયર વિભાગને એક એવોર્ડ આપવામાં આવ્યો છે. મળતી વધુ વિગતો પ્રમાણે અમરેલી જિલ્લાને ગર્વ કહિશકાય તેમ ગાંધીનગર ખાતે અમરેલી પાલિકાના ફાયર વિભાગને એવોર્ડ આપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં સરહનીય કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
ખાસ કરીને અમરેલી ફાયર વિભાગ દ્વારા લાઠીના તળાવ અને અમરેલીની હવેલીમાં લાગેલી આગની કામગીરીની ખાસ નોંધ લેવામાં આવી છે. અમરેલી પાલિકાના ફાયર વિભાગની સરાહનીય કામગીરીને ધ્યાને લઈ શહેરના ગર્વ ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીના વરદ હસ્તે ફાયર અધિકારી એચ.સી.ગઢવીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં ફાયર ટીમની સુંદર કામગીરીઓને એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે.