સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ચુલ્લા ગામે એક યુવકે અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવ્યું. વડાલી તાલુકાના ચુલ્લાગામે એક ૩૨ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવાપામી હતી.વડાલી તાલુકાના ચુલ્લા ગામના હિતેશભાઈ હરીભાઈ પટેલ જેઓના કૂવામાં સોમવારે મોડી રાત્રે ૩૨ વર્ષીય કિશનકુમાર ફુલજીભાઈ ગમારે કોઈ અગમ્ય કારણોસર કૂવામાં પડી જીવન ટૂંકાવ્યું હતું
ત્યારે આ સમગ્ર ઘટનાની જાણગ્રામ્યજનોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયાં હતાં ત્યારબાદ ગ્રામ્યજનોએ વડાલી ફાયરબ્રિગેડ અનેપોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કૂવામાંથી લાશ નેબહાર કાઢી પીએમ અર્થે વડાલી સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.