અમરેલી જિલ્લાના બાબરાના નાની કુંડળના ખેડૂતો અને માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારી પડતરખરાબાની જમીન વનવિભાગની માંગણી સામે વિરોધ શરૂ થયો થયો છે. જેને પગલે ખેડૂતો અને માલધારીઓ બાબરામામલતદાર કચેરી ખાતે પહોંચ્યાં હતા અને વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યપાલને સંબોધી ભાજપના કાર્યકર્તાઓ, ખેડૂતો અને માલધારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
6 હજાર જેટલા પશુઓ માટે ઘાસચારો ચરવાની મુસીબત હોવાનોઆવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માલધારીઓની પશુઓ પ્રત્યેની સંવેદનાઓ સરકાર સમજે તેવી માંગ કરવામાંઆવી છે. વનવિભાગને સરકારી પડતર જમીન સોંપવામાં આવશે તો ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. નાની કુંડળના સરપંચ, સ્થાનિકો સહિતના માલધારીઓ ખેડૂતોનો વિરોધ નોંધાવ્યો છે.