મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ખેડૂતો ખેરાલુ એપીએમસી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ખેડૂતોએ APMC પહોંચીહલ્લાબોલ મચાવ્યો હતો. ખેરાલુ APMCમાં ચેરમેન પાસે જવાબ માંગવા ખેડૂતો પહોંચ્યા હતા. ખેડૂતોમાં APMC ના ચેરમેનસામે રોષ ભભૂક્યો હતો. એપીએમસી ચેરમેન ભીખાભાઇ ચૌધરી દ્વારા ગેરમાર્ગે દોરતી જાહેર ખબર આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જાહેર ખબરમાં ખેરાલુ તાલુકામાં પાણીની પ્રશ્ન ઉકેલાઈ જવાનો દાવો કરવામાં આવ્યો હતો.
હકીકતમાં ખેરાલુ તાલુકાની પ્રજા અને ખેડૂતો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. અને ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે.ખેડૂતો ગેરમાર્ગે દોરતી જાહેરાતથી અકળાયા છે અને ખેડૂતોની માગણી પાણી આપવાને બદલે ગેરમાર્ગે દોરવાનું બંધ કરો તેવીછે. ખેડૂતો નો પ્રાણ પ્રશ્ન ઉકેલવાને બદલે ભાજપના નેતાઓ રાજનીતિ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.