રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રાજયમાં રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જી રહ્યા છે, ખાસકરીને ઓવર સ્પીડ અને ગફલત ભર્યા ડ્રાઈવિંગને કારણે અકસ્માત સર્જાતા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસીલો યથાવત છે. બનાસકાંઠા જિલ્લાના ઝઘડિયા પાસે આવેલ વાઘપુરા ગામ પાસેરેતી ભરેલ ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ઝઘડિયા પાસે આવેલ વાઘપુરા અને ઝઘડિયા ની વચ્ચે રેતી ભરેલ હાઇવા ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત ચાલકનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ રાજપારડી તરફ થી હાઇવાટ્રક અંકલેશ્વર તરફ તરફ જઈ રહી હતી તે સમયે ઝઘડિયા પાસે આવેલ વાઘપુરા ગામ પાસે ટ્રક ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણસર ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે દોડધામ મચી ગઇ હતી સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…