હાલોલ તાલુકાના બાસ્કા ગામે ગતમોડી રાત્રે નીકળેલ લગ્નના વરઘોડામાં જોર જોર થી ભડાકા કરે તેવુ ગીત ન વગાડવાનું કેહવાજતા મામલો બીચકતા બન્ને કોમ ના ટોળા શાસ્ત્રો સાથે આમને સામને આવી જતા ભારે ઘર્ષણ સાથે મારા મારી થતા દંગલ માં12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઘટના ના પગલે હાલોલ રૂરલ પોલીસ સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યાહતા અને પરિસ્થતીને વધુ વણસતા અટકાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી બન્ને પક્ષે ગુન્હા દાખલ કરી વહેલી સવાર સુધીસંડોવાયેલા 28 પેકી 21 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવા મોકલી આપી ઘટના ના પડઘા ન પડેમાટે ગામ માં ચુસ્ત બન્દોબસ્ત ગોઠવાયો છે.બાસ્કા ગામે મયજીભાઈ ના પુત્રના લગ્ન હોય મોડી રાત્રે ગામમાં વરઘોડો નીકળ્યો હતો વરઘોડો નદી ફળીયા પાસેથી પ્રસાર થતો હતો તયારે ડીજે પર જોર જોર થી ભડાકા કરે તેવા ગીત પર લોકો નાચતા હતા
તે વખતે બાસ્કા ટેકરા ફળીયામાં રહેતા અજમુદિન મકરાનીએ આવું ગીત અહીં ન વગાડવા કેહતા મામલો બીચકયો હતો જોતજોતા માં સામાન્ય ઝગડાએ ઉગ્ર દવરૂપ ધારણ કરતા બન્ને કોમ ના ટોળાએ આમને સામને પથ્થર મારા સાથે ટોળાં મારકહથિયારો સાથે આમને સામને આવી જતા ઢીંગાણું સર્જાયું હતું દરમિયાન અબ્દુલ રાફે અબ્દુલ સમદ મકરાનીને કિશોરઅરવિંદભાઈએ પોતાની પાસે રહેલ અસ્ત્રો છાતી ના ભાગેથી કમર સુધી ઘા કરતા ચિરાઈ જતા લોહી વહી બેભાન થઈ ગયોહતો ઇજાગ્રસ્ત અબ્દુલ રાફે ને હાલોલનીં ખાનગી હોસ્પિટલ માં લવાયો હતો જ્યાં પચાસ જેટલા ટાકા લઈ ઓપરેશન કરાયુંહતું દંગલ માં બન્ને બાજુ 12 લોકો ને ઈજાઓ પોહચી હતી હાલોલના ખોબલા જેવા ગામમાં મોડી રાત્રે દંગલ સર્જાતા ભારેલાઅગ્નિ જેવી સ્થતી સર્જાઈ હતી બનાવની જાણ થતાં હાલોલ રૂરલ પીઆઇ તાવીયાળ, ડીવાયએસપી હરપાલસિંહ રાઠોડ સહિતબાસ્કા ગામે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ વધુ વનસતા અટકાવી હતી પોલીસે અજમુદિન મકરાની અને સામે પક્ષે નવીનકુમાર જાદવની ફરિયાદો લઇ પોલીસે ઘટના બાદ વહેલી સવાર સુધી બન્ને પક્ષ ના 21આરોપીઓની અટકાયત કરી તમામને કોરોના ટેસ્ટ માટે મોકલી અપાયા છે.