સુરત રેલવે સ્ટેશન ની લિફટમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર બે આરોપીની રેલવે પોલીસે ધરપકડ કરી હતી. આ ગંભીર બનાવ રેલવેની હદમાં બન્યો હતો સુરત રેલવે પોલીસ સ્ટેશનની હદમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર બે આરોપીની રેલવેપોલીસે ધરપકડ કરી હતી. 22 મેના રોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આ ગંભીર ગુનો બન્યો હતો. રેલવે પોલીસદ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર,22 મેના રોજ જીઆરપીનીટીમ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને અપ-ડાઉન ટ્રેનો પર નજર રાખી રહી હતી ત્યારે રાત્રે 9:30 વાગ્યે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર અને પોલીસ કોન્સ્ટેબલ વિજય સિંહને બંને આરોપીઓ વિશે માહિતી મળી હતી.
બાદમાં પોલીસે આરોપી22 વર્ષીય રાહુલ કુમાર સિંહ રાજપૂત અને બિટ્ટુ કુમાર રાજપૂતની ધરપકડ કરી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર કનુ ચૌધરીએ જણાવ્યુંહતું કે, અમદાવાદ નજીકના એક નાના ગામની 17 વર્ષની સગીરા 9મેના રોજ 18 વર્ષના મિત્ર સાથે તેના ઘરથી નીકળી ગઈહતી. વિવિધ સ્થળોએ રોકાયા બાદ 13 મેના રોજ સુરત આવ્યા હતા. સુરત આવીને બંને નોકરીની શોધમાં હતા. બંનેએ સ્ટેશનપર કોન્ટ્રાક્ટમાં શૌચાલય ચલાવતા લોકો પાસે કામ માંગ્યું હતું. જે વ્યક્તિ પાસે શૌચાલય છે તેણે કહ્યું કે, અત્યારે તેમની પાસે પ્લેટફોર્મ નંબર ચાર પર કોઈ વ્યક્તિ નથી તો તે લોકો થોડા દિવસો સુધી કામ કરી શકે છે.