સુરતના લિંબાયત મીઠી ખાડી અનવર નગર વસાહતને દૂર કરવા આખરે પાલિક ટીમે કાર્યવાહી હાથ ધરી, પાલિકા કમિશનરેઅસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ બાંહેધરી આપતા અસરગ્રસ્તોના સહકારથી ડીમોલેશન ની કામગીરી હાથ ધરાઈ. સુરતકોર્પોરેશનના લિંબાયત ઝોનમાં અનવર નગર ઝૂંપડપટ્ટીને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. પરંતુસ્થાનિક અસરગ્રસ્તોના વિરોધના કારણે આ કામગીરી શરૂ કરવામાં આવી નહોતી. જો કે આજે સવારથી જ સુરત મહાનગરપાલિકા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સુરત મહાનગર પાલિકાએ ભૂતકાળમાં વિકસાવેલી અનવર નગરઝૂંપડપટ્ટીમાં હવે લાઈનદોરી મૂકવામાં આવી છે. આ લાઇન દોરીનો અમલ કરવા માટે લિંબાયત ઝોને લાઈન દોરીના અમલમાટે નોટિસ આપતા વિવાદ ઉભો થયો હતો. ડિમોલીશન પહેલાં અસરગ્રસ્તોએ ધરણા કર્યા હતા. વિરોધ જોતાં ડિમોલિશનનીકામગીરી અટકે તેમ હોવાથી પાલિકાએ અસરગ્રસ્તોને વિવિધ યોજના હેઠળ આવાસ આપવાની બાયંધરી આપી હતી. આ બાયંધરી બાદ આજે સવારથી અસરગ્રસ્તોના સહકારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.