રાજકોટના ઉપલેટામાં ૨૪ થી ૩૦ મેં સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સપ્તાહના પ્રથમદિવસે ઉપલેટામાં શાહી સવારી સાથે વિશાળ પોથી યાત્રા ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવી હતી.રાજકોટના ઉપલેટા શહેરમાં શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ અને પોરબંદર સંસદના સહયોગથી ઉપલેટા શહેરના ઢાંકની ગારિમાઆવેલ વૃંદાવન ધામ ખાતે તારીખ ૨૪ થી ૩૦ મેં સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ શ્રીમદભાગવત સપ્તાહ શરૂ થવાના દિવસે ઉપલેટા શહેરના નવાપરા શ્રી રામજી મંદિર ખાતેથી પોથી યાત્રા યોજવામાં આવી હતીજેમાં આ પોથી યાત્રા ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવી હતી. ઉપલેટા શહેરમાં યોજાયેલ આ પોથી યાત્રાશાહી સવારીમાં નીકળી હતી જેમાં કથા વાચક જીગ્નેશ દાદા વિન્ટેજ કારમાં સવાર થાય હતા સાથે ઘોડા ગાડીની સવારી, બુલેટસવારી, ટ્રેક્ટર સવારી, ખુલ્લી ગાડીઓ, બગીઓ સહિતની સવારીઓમાં સવાર થઈને દેવો અને દેવીઓના રૂપ ધારણ કરીને સવારી સાથે બાળકો અને લોકો નીકળ્યા હતા
ત્યારે આ સાથે ભવ્ય પ્રાચીન નૃત્યો પણ યાત્રા સાથે યોજાયેલ હતા જેમાં આ નૃત્યોઅને શાહી સવારી તેમજ પ્રાચીન અને અર્વાચીન સહિતના રાસ અને આ અદ્ભુત પોથી યાત્રા નિહાળવા અને તેમના દર્શનનોલાભ લેવા ભાવી ભક્તો ઉમટ્યા હતા અને આ યાત્રામાં જોડાયા હતા. ઉપલેટા શહેરના રાજમાર્ગો પરથી જયારે આ પોથી યાત્રાપસાર થઇ રહી હતી તે દરમિયાન તમામ રસ્તાઓ પર ફૂલ-પુષ્પનો વરસાદ વરસ્યો હતો સાથે આ શોભાયાત્રા દરમિયાન કથાવાચક જીગ્નેશ દાદાએ પણ લોકો પર પુષ્પ વર્ષા કરી હતી અને અંતમાં આ યાત્રા સાંજે સપ્તાહના સ્થળ સુધી પહોંચતા ત્યાં પણભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ સપ્તાય ૨૪ મેં થી ૩૦ મેં સુધી સાંજે ૦૮:૩૦ થી ૧૧:૩૦ સુધી યોજાશે ત્યારે આસાથે અંતમાં પોરબંદર સંસદ રમેશભાઈ ધડુકે પણ આ તકે દરેક ભક્તો અને લોકોને આ કથાનો લાભ લેવા અને પધારવા પણ આમંત્રણ પાઠવી અને સપ્તાહનો લાભ લેવા જણાવેલ હતું.