જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સરકારની સહુની યોજના હેઠળ શિલોદર સહિતના ગામોના નદી તળાવો ઉડા કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ યોજના થકી હજારો ખેડૂતોના કુવા બોરના તળ ઉંચા આવશે જેમનો ખેડૂતો ને સિધ્ધો જફાયદો થશે. જુનાગઢ જિલ્લા ભરમાં સરકાર ની સહુની યોજના થકી તાલુકા ભરમાં નદી નાળા તળાવો ઉડા કરવાની કામગીરીસરકાર ના સિંચાઈ વિભાગ દ્વારા ચાલી રહી છે આ યોજના નો સીધો જ લાભ હજારો ખેડૂતો ને થશે આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારની નદી નાળા તળાવો ઉડા કરવા અને કાપ કાઢવાની કામગીરી ચાલી રહી છે ત્યારે કેશોદ તાલુકામાં પણ પ્રિ-મોન્સૂન માટેની આ કામગીરી હાથ ધરવામાં આવી છે જે થકી કેશોદના સિલોદર ગામે નદી માંથી કાપ કાઢી નદી ને ઊંડી કરવાની કામગીરી ચાલી રહી છે ,
આ નદી હજારો ખેડૂતો ની જીવા દોરી સમાન હોય અને હજારો ખેડૂતો ને સીચાઈ પાટે નું પાણી પૂરું પાડતી હોયત્યારે ખેડૂતો ને તેમનો સીધો જ લાભ થશે જે થકી ચોમાસા ના પાણી નો વધુમાં વધુ સંગ્રહ થશે અને ખેડૂતો ના બોર કૂવાના તળઉંચા આવશે અને આવનારા સમયમાં ખેડૂતો ને સિંચાઈ માટે ના પાણી નો પ્રશ્ન હલ થશે તથા નદીમાંથી નીકળતો કાપ ખેડૂતોનાખેતરોમાં નાખવામાં આવતા ખેડૂતો ની જમીનો ફળદ્રુપ થશે જેથી ઉત્પાદનમાં પણ વધારો થશે, જૂનાગઢ કેશોદ ના સિલોદર સહિત આજુબાજુ ના નદી કાંઠાના ગામોમાં નદી ઉડી કરવાની કામગીરી સરકાર ની યોજના થકી ચાલુ હોય જેથી અનેક ખેડૂતો ને સીધો જ ફાયદો થશે તેવું જાણમાં આવ્યું છે