જામનગર તાલુકાના વાવ બેરાજા ગામ ના સરપંચ નટુભા પ્રતાપસંગ જાડેજા દ્વારા મહિન્દ્રા હોમ ફાઇનાન્સ માંથી હોમ લોન પેટે એક લાખ રૂપિયા ની લોન લીધેલ જેના સમયસર હપ્તા ભરેલ નહીં જેથી મહિન્દ્રા ફાઇનાન્સ કંપની ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હપ્તા સમયસર ભરી દેવા અનુરોધ કરેલ
પણ નટુભા દ્વારા હપ્તા નહીં જ ભરવાની ગણતરીથી એ લોકોને ના પાડી દેતા આજરોજ મહિન્દ્રા ફાઇનાન્સ કંપની ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી જામનગર જિલ્લા કલેકટર સાહેબ દ્વારા ઓર્ડર કઢાવી જિલ્લા ગ્રામ્ય મામલતદાર શ્રી તથા પોલીસ પ્રોટેક્શન સાથે રાખી મહિન્દ્રા હોમ ફાઇનાન્સ કંપની ના અધિકારી દ્વારા તેમની પ્રોપર્ટી સીલ કરી કબજો મેળવેલ હતો.