ગુજરાત રાજસ્થાન ની બોર્ડર પર આવેલું બનાસકાંઠા હાલ પાણીની અછતનો સામનો કરી રહ્યું છે પાલનપુર અને વડગામ તાલુકાના 125 ગામોમા પીવાના પાણીનું સંકટ ઘેરુ બન્યું છે ત્યારે હવે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે ખેડૂતો એ જળઆંદોલન નો માર્ગ અપનાવ્યો છે અને 25 વર્ષથી કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ ભરવાની માંગ ઉગ્ર બની છે તેવામાં વડગામ તાલુકાના ખેડૂતો એકત્રિત થઈને તાલુકાના અલગ અલગ ગામોમાં બેઠક કરી ખેડૂતોને આગ્રહ કરે છે કે તેઓ આગળ આવે અને આવનારી પેઢીઓને પીવાના અને ખેતીના પાણી મળી રહે
અને ફાંફા મારવા ના પડે તે માટે 26 મે એ પાલનપુર ખાતે આદર્શ સ્કૂલથી લઇ ક્લેકટર ઓફિસ આવેદન પત્ર આપવા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતો ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહેવા સંકલ્પ કર્યો છે અને સાથે સાથે ખેડૂતોએ માંગ પણ મૂકી છે કે પાણી નહીં તો વોટ પણ નહી નાસુત્રોચાર સાથે રેલી યોજી વિરોધ વ્યક્ત કરશે.સૂત્રોના જાણવા અનુસાર રેલીના દિવસે વડગામ વેપારી એસોસિએશન ખેડૂતોને સહકાર આપવા સ્વયંભૂ બંધનું એલાન જાહેર કરેલ છે અને સર્વ વેપારીઓ રેલીમાં જોડાશે.