ભરુચ પાલિકાના વોર્ડ નં.1,2,9 અને 10 માટેનો સેવા સેતુનો કાર્યક્રમ વેજલપુર ખાતે યોજાયો હતો.સમગ્ર રાજ્યમાં આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. સેવાસેતુના કાર્યક્રમ થકી રાજ્યના લોકોને પ્રજા લક્ષી વહિવટની પ્રતિતી થાય અને ઘર આંગણે જ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી ૫૬ સેવાઓનો જેવી કે વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ સહાય, દિવ્યાંગ સહાય, આધારકાર્ડ, રેશન કાર્ડ,
આવકના દાખલા, ઉજ્જલા યોજના, આવાસ તેમજ આરોગ્ય યોજના સહિત અનેક યોજનાઓ આવરી લેવામાં આવેલ છે
સરકારની અનેકવિધ યોજનાઓના લાભો વંચિતોને કોઇ પણ જાતના ભેદભાવ વગર, નાત-જાત વગર બધા જ લોકોને સેવાસેતુનો કાર્યક્રમનો ધરઆંગણે લાભ મળી રહે તે પ્રકારનું આયોજન સેવાસેતુના કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. જે અંતર્ગતતાજેતરમાં ભરૂચ નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભરુચ નગર પાલિકાના વોર્ડ નં.1,2,9 અને 10માટેનો સેવાસેતુનો કાર્યક્રમ ગામડિયાવાડ પ્રાથમિક શાળા વેજલપુર ખાતે યોજાયો હતો. જેમાં બોહળી સંખ્યાના લાભાર્થીઓએ લાભ લીધો હતો.