સાબરકાંઠા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના વી.સી.ઇઓ એ રાજીનામું આપી દેવાની હવે ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા કેટલાયસમયથી સાબરકાંઠા જિલ્લાના વીસીઇ કર્મચારીઓ હડતાલ ઉપર છે, પોતાની પડતર માગણીને લઈને તેમણે કામગીરીનો ૧૧ દિવસથી બહિષ્કાર કર્યો છે.. જેના કારણે ગ્રામ પંચાયતોના કામકાજ ઠપ થઈ ગયા છે.
ત્યારે સામે પક્ષે રાજ્ય સરકારે આલોકોની પડતર માગણીઓ અંગે કોઈપણ નિર્ણય લેતા આજે સાબરકાંઠા જિલ્લાના વી.સી.ઇઓ જિલ્લા પંચાયત ખાતે એકત્રથયા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને રાજીનામાની ચીમકી આપી નવી વ્યવસ્થા કરી દેવા માટે જણાવ્યુ હતુ.. ઉલ્લેખનીયછે કે આગામી સમયમાં આ કર્મચારીઓએ રાજકોટ જઈને વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં રાજીનામા આપવાનો નિર્ણય લીધો છે.