ગોધરા શહેરના પરવડી ચોકડી ખાતે રસ્તાની સાઈડમાં એક યુવતી મળી આવી હતી. આ યુવતીને પંચમહાલ જિલ્લાના તાલુકાપોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સુધીરસિંહ પરમારનાઓ પેટ્રોલીંગમાં નીકળેલ હતા તે દરમિયાન તેઓની આ બહેન પર પડતાજ ૧૦૮ એમ્બ્યુલન્સ નો કોલ કરવામાં આવેલ હતો તેમજ પોલીસ હેડ ક્વાર્ટરના પી.એસ.આઈ. ભરતભાઈ એસ.રાવલસહિતની ટીમ રાઉન્ડમાં નીકળેલ હતા અને તેમની નજર પડતા મદદ માટે ઉભા થઇ ગયેલ અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવેલ હતી. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારાઆશાદીપ ફાઉન્ડેશન સંચાલિત સખીવન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાયો હતો. મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના વાંકોલ ગામના ૩૦ વર્ષીય અસ્થિર મગજની યુવતી પરિવારથી વિખુટી પડી ગઈ હતી
અને ગોધરા શહેરના પરવડી બાયપાસનજીક રોડની સાઈડમાં એક યુવતી બેભાન અવસ્થામાં દેખાતા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સુધીરસિંહપરમારનાઓ પેટ્રોલીંગમાં નીકળેલ હતા તે દરમિયાન તેઓની આ બહેન પર પડતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ નો કોલ કરવામાંઆવેલ હતો તેમજ પોલીસ હેડ ક્વાર્ટરના પી.એસ.આઈ. ભરતભાઈ એસ.રાવલ સહિતની ટીમ રાઉન્ડમાં નીકળેલ હતા અનેતેમની નજર પડતા મદદ માટે ઉભા થઇ ગયેલ અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થેમોકલી આપવામાં આવેલ હતી. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા સારવાર કર્યા બાદ ગોધરા સિવિલ સંકુલમાંકાર્યરત આશાદીપ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરદ્વારા આ યુવતીનું કાઉન્સેલિંગ કરીને સખી વન સ્ટોપની ટીમે યુવતીનું પરીવાર સાથે સુખદ મિલન કરાવીને પંચમહાલ પોલીસ અને સખી વન સ્ટોપની ટીમે સરાહનીય કામગિરી કરી છે.