રાજકોટ એરપોર્ટ પર ફરી એક વાર મુસાફરોને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો છે. રાજકોટ એરપોર્ટપર મુસાફરો રઝળી પડ્યાં છે. સ્પાઇસ જેટની ફ્લાઇટ અટવાતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.છેલ્લા 2 કલાકથી અહીં 100થી વધુ મુસાફરો ફસાયા છે. હાલ લોકો રન-વે પર બેસી ગયા છે અનેએરપોર્ટ ઓથોરિટીએ પાણી સહિત ભોજનની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરી હોવાનો આરોપ લગાવ્યો છે
મળતી વિગત મુજબ, રાજકોટથી દિલ્હી જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ 2 કલાકથી રન-વેઉપર જ અટવાઈ ગઈ છે. જેને કારણે 100થી વધુ મુસાફરો રાજકોટ એરપોર્ટના રન-વે ઉપર ફસાયા છે.મુસાફરોએ એરપોર્ટ ઓથોરિટી પર આરોપ લગાવ્યો છે કે, ‘સ્પાઇસ જેટ દ્વારા આ મામલે કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત પેસેન્જરને પોતાની સ્થિતિ પર છોડી મૂકવામાં આવ્યા છે. પેસેન્જરને પાણી કે ભોજન નથી મળી રહ્યું.’