રાજકોટ તા.23મી મેના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે રાજકોટમાંઇન્ચાર્જ VC ડો.ગિરીશ ભીમાણીએ બે મહત્વની જાહેરાત કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે,પરીક્ષામાં થતી ગેરરીતિ ડામવા માટે હવેથી તમામ પરીક્ષાઓના CCTV જાહેર જનતા જોઈ શકશે. આ
ઉપરાંત ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતી પર રિસર્ચ કરવા કેન્દ્ર શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.
ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં સ્થાપના દિનના ચાલુ કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવ્યો છે. ડો. રાજદીપસિંહજાડેજાની આગેવાનીમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વરા સેનેટની ચૂંટણી સમયસર ન કરતા વિરોધ દર્શાવ્યો હતો. યુનિવર્સિટીએકટનો અમલ ના થતો હોઈ તેના વિરોધમાં ડૉ ગીરીશ ભીમાણી નો હલ્લા-બોલ કરી વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા પૂર્વ સેનેટ સભ્ય સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.