ઉડાન જનવિકાસ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો પ્રવેશ અપાવવા અને ડ્રોપ આઉટ ન કરાવવા ગોપીપુરા ખાતેજાગૃતિ રેલી યોજાઇ. ઉડાન જનવિકાસ સંસ્થા પ્રાથમિક શિક્ષણના મુદ્દા પર પંચમહાલ તેમજ અન્ય ૨૬ જિલ્લામાં કાર્ય કરી રહ્યુંછે જે અંતર્ગત ઉડાન જનવિકાસ સંસ્થા દ્વારા આંગણવાડી થી લઈ ધોરણ ૧૨ સુધી કોઈ બાળક શાળામાં પ્રવેશ વંચિત ન રહે અને એક પણ બાળક ડ્રોપ આઉટ ન થાય
જેમાં ખાસ કરી બાળકીઓના પ્રવેશ ને પ્રાથમિકતા આપવામાં આવે અને વાલીઓજાગૃત બની વધુમાં વધુ પોતાની બાળકીઓને શિક્ષણ અપાવવા શાળામાં પ્રવેશ અપાવે તેવા ઉમદા હેતુ ને લઇ વાલીઓમાંજાગુર્તી બનાવના સ્થાનિક શિક્ષણના આગેવાનો શાળા બાળ સ્થાપન સમિતિ શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોને સાથે રાખીવિશેષ ઝુંબેશ શરૂ કરેલ છે જે અંતર્ગત હાલોલ તાલુકાના ગોપિપૂરા ગામે ગામના બાળકો અને એમ.એસ.સીના સભ્યોને સાથેરાખી આંગણવાડી કાર્યકર બહેનોની મદદથી એક બાલરેલી યોજવામાં આવી હતી જેમાં બાળકોને શાળા પ્રવેશ ડ્રોપ આઉટ નકરવા પ્લેકાર્ડ અને માઇક દ્વારા શિક્ષણ ગીતો વગાડી શાળા પ્રવેશોત્સવ અંગે વાલીઓને જાગુર્ત કરી ફળિયે ફળિયે ફરી માહિતી આપવામાં આવી હતી.