પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના આનંદપુરા ગામે વડોદરા હાઇવે રોડ પરઆવેલ કાચના એક ભંગારના ગોડાઉનમાં છાપો મારી એક કન્ટેનરમાંથી કાચના ભંગરના ગોડાઉનમાં ખાલી થતો ૧૫ લાખરૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી વિદેશી દારૂ અને કન્ટેનર મળી ૨૫ લાખ ઉપરાંતનોમુદ્દામાલ સાથે ૨ આંતરરાજ્ય ખેપિયાઓ સહિત ૩ વ્યક્તિઓને રંગે હાથે ઝડપી પાડયા હતા જેમાં મોટા પ્રમાણમાં વિદેશીદારૂનો ગોવા ખાતેથી જથ્થો મંગાવનાર હાલોલ તાલુકાના કોટામૈડા ખાતે રહેતા પંથકના કુખ્યાત બુટલેગર મોહબતસિંહ ચૌહાણઅને ઘોઘંબાના દુધાપુરાના બુટલેગર અતુલભાઇ પરમાર સહિત કુલ ૭ આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધીકાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ મથકના પી.આઇજે.એન.પરમારને અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના કોટામૈડા ગામે રહેતો મહોબતસિંહજશવંતસિંહ ચૌહાણ તથા ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગામે રહેતો અતુલભાઇ દિલીપભાઈ પરમારનાઓ ભેગા મળી એક બંધબોડીના કન્ટેનરની અંદર મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી મંગાવી હાલોલ તાલુકાનાઆનંદપુરા ગામે રોયલ કુશન કંપની સામે હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ એક કાચના ભંગારના ગોડાઉનમાં ઉતારી સગેવગે કરવાની પેરવીમાં છે
જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના પી.એસ.આઈ આઈ.એ.સિસોદિયા અને એલસીબી પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે કાચના ભંગારના ગોડાઉનમાં છાપો મારી કન્ટેનરમાંથીખાલી થતો વિદેશી દારૂનો જથ્થો રંગેહાથે ઝડપી પાડયો હતો જેમાં એલસીબી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની૮૩૭ પેઢીઓ જેમાં ૩૦,૩૧૨ નંગ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જેની અંદાજે કિંમત ૧૫,૦૮૫૨૦/-રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી સ્થળ પરથી કન્ટેનર સાથે ૨ આંતરરાજ્ય ખેપીયા ભગવાનદાસ શિશુપાલ ગડરિયા અને રાજબહાદુર રાજવીરસિંહ ગડરિયા.બન્ને રહે.ગામ, મચ્છર ખેડા, તા. ચન્દૌલી જિ.સંભલ ઉત્તર પ્રદેશના અને જગદીશકુમાર ઉર્ફેજગો કનકસિંહ ચૌહાણ રહે. મંદિર ફળિયુ,કોટામૈડા,તા.હાલોલનાઓને વિદેશી દારુ અને ૧૦ લાખની કિંમતનું કન્ટેનર મળી કુલ૨૫,૦,૮૫૨૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જેમાં ઉપરોક્ત વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મંગાવનારપંથકના કુખ્યાત બુટલેગર મોહબતસિંહ જશવંતસિંહ ચૌહાણ અને અતુલભાઇ દિલીપભાઈ પરમાર સહિત કન્ટેનરના માલિકગુલામ મોહમ્મદ હારુન રહે. લાલવારા,પોસ્ટ.ડીંગપુર તા.બિલારી જિ.મુરાદાબાદ, ઉત્તરપ્રદેશનાઓ અને ગોવાથી માલ ભરીઆપનાર અજાણી વ્યક્તિ મળી કુલ ૭ લોકો સામે જિલ્લા એલસીબી પોલીસે હાલ રૂરલ પોલીસ મથકે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધાવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.