પંચમહાલ ગોધરા ખાતે આવનારી ૨૯ તારીખ ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવનાર હોવાથી શહેરા તાલુકાભાજપ દ્વારા આ કાર્યક્રમને લઇને વિધાનસભા ગૃહ ના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડની અધ્યક્ષતામાં પાલિકાના ટાઉન હોલખાતે બેઠક મળી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ સંગઠનના હોદ્દેદારો,સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લાપંચાયત સદસ્યો સાથે તાલુકામાંથી આશરે એક લાખ લોકો ઉપસ્થિત રહે તે માટેનું આયોજન કરવા સહિત અનેક ચર્ચાઓકરવામાં આવી હતી. પંચમહાલના ગોધરા ખાતે 29/5/22ને રવિવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંચામૃત ડેરી નાઓક્સિજન પ્લાન્ટ, તાડવા કોલ્ડ સ્ટોરેજ ઉદ્ઘાટન અને પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના લોકાર્પણ પ્રસંગે આવનાર હોવાથી ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જ્યારે શહેરા તાલુકા ભાજપ દ્વારા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે વિધાનસભા ગૃહ ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ ની વિશેષ ઊપસ્થિતમાં ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો,સરપંચો ,તાલુકાપંચાયત અને જિલ્લા પંચાયત સદસ્યો સાથે બેઠક મળી હતી. જેમાં તાલુકામાંથી આ કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓ સહિત50,000 લોકો સાફા પહેરીને ઉપસ્થિત રહેશે તેમજ ૩૦ હજારની આસપાસ મહિલાઓ પણ એક જ કલર ની સાડી પહેરી નેઆ કાર્યક્રમમાં આવે તે માટે નુ આયોજન કરવામાં આવનાર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં શહેરા તાલુકામાંથી આશરે એક લાખ ની આસપાસ લોકો ઉપસ્થિત રહે તે માટે અત્યારથી જ તાલુકા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે.