જુનાગઢ જિલ્લાનામાળિયા હાટીનામાં આપ નેતા પીયૂષ પરમાર દ્વારા આંદોલનની ચીમકી ઉચારતા મામલતદાર દ્વારાઆધારકાર્ડ અને ચુંટણીકાર્ડ ની કીટ કાયમી માટે શરૂ કરી છે. માળીયા હાટીના મામલતદાર આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ ની કીટકાયમી માટે સુવિધા મળતા લોકો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. માળીયા હાટીના માં ઘણા સમયથી મામલતદારકચેરીની આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ ની કીટ બંધ હતી જે ને લઈ માળીયા હાટીના તાલુકાના 68 ગામના માણસો ખૂબ પરેશાન થઈ રહ્યા હતા આ બાબતે તાલુકા પંચાયત સદસ્ય અને આપ નેતા પીયૂષ પરમારે તારીખ ૨૪/૫/૨૨ થી મામલતદાર કચેરીનો ઘેરાવ અને ધરણાં પ્રદર્શન ની ચીમકી ઉચારી હતી.
આ રજૂઆતને ધ્યાનમાં લેતા મામલતદારે કાયમી માટે આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ ની એક કીટ શરૂ કરી તેવી લેખિતમાં બાંહેધરી આપી છે. આ બાબતે પિયુષ પરમારે મામલતદાર શ્રી નો ખુબ ખુબ આભાર માન્યો હતો અને લોકોના કાયમી માટેના પ્રશ્નો માટે લડાઈમાં પીયૂષ પરમાર સફળ થઈ રહ્યા છે, માળીયા હાટીના મામલતદાર આધારકાર્ડ અને ચુંટણી કાર્ડ ની કીટ કાયમી માટે સુવિધા મળતા લોકો માં ખુશી નો માહોલ