સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર કે જે સાબરકાંઠા જિલ્લામાં વેજીટેબલ સીટી તરીકે જાણીતું છે.વડાલી શહેર નીઆજુબાજુના કુલ ૪ ગામ મળી ને પાંચ ગામ સમસ્ત સગર સમાજ ના કુળદેવી શ્રી નૂતન મહાકાળી માતાજી મંદિર નો ચારદિવસીય રજતજયંતિ મહોત્સવ ની રવિવારના રોજ પૂર્ણાહુતિ થઈ હતી.વડાલી-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આવેલ સગર સમાજસંચાલિત મહાકાળી માતાજી મંદિર ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજતજયંતિ મહોત્સવ ઉજવાયો હતો જેમાં ૨૧ કુંડાત્મક સહસ્ત્રચંડીમહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ રજતજયંતિ મહોત્સવ ૧૯ મે થી ૨૨ મે સુધી ઉજવવામાં આવ્યોહતો.પ્રથમ દિવસે દીપ પ્રાગટય તેમજ ગણેશ સ્થાપન કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી.બીજા દિવસે આચાર્યશાસ્ત્રી હરિઓમપ્રસાદ ની સાથે કુલ ૧૩૧ બ્રાહ્મણો દ્વારા આ મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે ત્રીજા દિવસેવડાલી નગરના ઈતિહાસમાં પ્રથમવાર મહાકાળી માઁ નગર ચર્યાએ નીકળ્યા હતા જેમાં ૧૦૦૮ નાની બાળાઓ સહિત બહેનો કળશ સાથે જલયાત્રામાં જોડાઈ હતી.
વડાલી નગરના ઈતિહાસમાં પ્રથમવાર મહાકાળી માઁ નગર ચર્યાએ નીકળતા શહેરના માર્ગોપર હજારો ની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા.મોડી સાંજે સગર સમાજના માઈ ભક્તો દ્વારા બ્રાહ્મણોની ઉપસ્થિતમાંમંદિર પર વિશેષ જલાઅભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે રવિવારે આ રજતજયંતિ મહોત્સવના ૨૧ કુંડાત્મક સહસ્ત્રચંડીમહાયજ્ઞ ની પુર્ણાહુતી થઈ હતી.પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા આયોજિત આ ચાર દિવસીય રજતજયંતિ મહોત્સવમાંસવાર-સાંજ મહાપ્રસાદ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું.આ રજતજયંતિ મહોત્સવ પ્રસંગે હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે ભક્તોએ ચાર દિવસીય રજતજયંતિ મહોત્સવ ની ઉલ્લાસભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.