AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવેસીની સુરત મુલાકાત વખતે પત્રકાર પરિષદ યોજી કહ્યું બેરોજગારી અને શિક્ષણ મુદ્દેવિધાનસભા ચૂંટણી લડશે. સુરતમાં એ. આઈ. એમ. આઈ. એમના અસદુદ્દીન ઓવેસીએ લીંબાયત વિસ્તારમાં સભા યોજી હતી.સભા સભા પહેલા ઓવેસી પત્રકારો સાથે રૂબરૂ થયા હતા. ઓવેસીએ ગુજરાતમાં કેટલી સીટ પર ચૂંટણી લડવામાં આવશે એબાબતે સ્પષ્ટતા કરી ન હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણના મુદ્દાઓ સાથે ચૂંટણી લડવાનીવાત ઓવેસીએ કરી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે ડો.બાબાસાહેબ આંબેડકરે આપણને આપણી લડાઈ લડવાનો, બંધારણમાં માથુંઊંચું કરીને જીવવાનો અધિકાર આપ્યો છે. તેનો ઉપયોગ કરવો જોઈએ. ભાજપની બી ટીમ હોવાના સવાલ પર ઓવૈસીએ કહ્યું હતું કે એ બી ટીમ નથી એ ટીમ છે.
આરોપ પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં અમે ત્રણ ઉમેદવારોઉભા રાખ્યા હતા.ભાજપ એક પણ જગ્યા જીતી શકી ન હતી. હૈદરાબાદ, ઔરંગાબાદમાં ભાજપની હાર થઈ હતી.1984 પછીએક પણ મુસ્લિમ સાંસદ ગુજરાતમાં આવ્યા નથી. ઓવૈસીએ કહ્યું હતું કે દેશને બંધારણથી ચલાવવાનો છે. કોઈનું ઘર તોડતા પહેલા તેને નોટિસ આપો, કોર્ટમાં જાઓ અને પછી કાર્યવાહી કરો. કોઈનું ઘર તોડી નાખો.રાજ ઠાકરે મામલે પૂછવામાં આવતાકહ્યું હતું કે કોણ રાજ ઠાકરે હું નથી ઓળખતો. ઓવેસીએ સુરતમાં ફરી એકવાર પોતાને ભારતીય રાજકારણની લેલા ગણાવી હતી.