રાજકોટમાં સરાજાહેર ફાયરિંગ કરી ધમકી:સગા માસાને ધમકી:‘કાલે 1.25 કરોડ આપી દેજે નહિતર જીવવા નહીં દઉં’ પાંચવર્ષ પૂર્વે હાથઉછીના આપેલા રૂપિયા 39 લાખના બદલામાં રૂપિયા 1.92 કરોડ વસૂલ્યા બાદ વધુ રકમની માંગ કરી ઓફિસમાંકાચની બોટલ ફોડી હોવાના સીસીટીવી ફુટેજ. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના પુત્રએ રામાપીરચોકડીએ આવેલી તેના માસાની ઓફિસે જઇ રૂ.1.25 કરોડની માંગ કરી કાચની બોટલ ફોડી ધમાલ કરી હતી અને કાલ સાંજસુધીમાં પૈસા નહીં મળે તો જીવવા નહી દઉં તેવી ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ગાંધીગ્રામમાં લાખનાબંગલા પાસે રહેતા અને રામાપીર ચોકડી પાસે નંદકિશોર બિલ્ડિંગ મટિરિયલ નામે ઓફિસ ધરાવતા નિર્મળભાઇ રતાભાઇ ડાંગરેજણાવ્યું હતું કે, પોતે તથા તેના મોટાભાઇ મહિપતભાઇ ડાંગર સંયુક્તમાં ઉપરોક્ત સ્થળે વેપાર કરે છે. નાગદાન ચાવડા તેમના સગા સાઢુભાઇ થાય છે.
નાગદાન ચાવડાના પુત્ર સુરેશે વર્ષ 2017માં નિર્મળભાઇના મોટાભાઇ મહિપતભાઇને હાથઉછીનારૂ.39 લાખ આપ્યા હતા અને આઠ મહિના બાદ જ રૂ.1.92 કરોડની ઉઘરાણી કરી હતી, સુરેશ સાઢુભાઇનો પુત્ર થતો હોવાથીપરિવારમાં માથાકૂટ થાય નહીં તે માટે તેને રૂ.1.92 કરોડ ચૂકવવામાં આવ્યા હતા અને તે અંગેનું લખાણ પણ તેની પાસેકરાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક દિવસથી ભાજપ આગેવાન નાગદાનના પુત્ર સુરેશે ફરીથી નાણાંની ઉઘરાણી શરૂ કરી હતીઅને રૂ.1.25 કરોડ આપવા પડશે તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું. બે દિવસ પૂર્વે વેજાગામમાં આવેલા નિર્મળભાઇનાફાર્મહાઉસે પહોંચીને સુરેશે ધમકી આપી હતી કે, પૈસા નહીં મળે તો મહિપત પર ફાયરિંગ કરીશ, ત્યારબાદ રવિવારે સાંજે 4વાગ્યે નિર્મળભાઇની ઓફિસની બહાર બે કલાક બેઠો હતો અને હાકલા પડકારા કર્યા બાદ ઓફિસમાં ઘુસ્યો હતો અને આવતીકાલ સાંજ સુધીમાં રૂ.1.25 કરોડ નહીં આપો તો જીવવા નહીં દઉં તેમ કહી સોડાબોટલના ઘા કર્યા હતા. બનાવ અંગે મહિપતભાઇ ડાંગરે પોલીસમાં રાવ કરી હતી.