નડિયાદની સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના 11માં ખેલ મહાકુંભમાં કુસ્તીની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાનાહાલોલ શહેરની વી.એમ. શાળાની કિશોરી સહિત ચાર પહેલવાનોએ પોતાનો દબદબો જાળવી પોતાના હરીફોને પછાડી 2ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ મેળવવાની સિદ્ધિ હાંસલ કરતાં શાળા સહીત તેઓના પરિવારજનોમાં ખુશીની લહેર સાથેગૌરવની લાગણી વ્યાપી જવા પામી હતી જેમાં હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ વી.એમ શાળાના કુસ્તીની રમતના કોચસુનિલભાઈ રાઠોડના હાથ નીચે અથાક મહેનત અને પરિશ્રમ કરી તાલીમ પામી તેઓના માર્ગદર્શન હેઠળ વી.એમ.શાળાનીકિશોરી સહિત ચાર પહેલવાન ખેલાડીઓએ કુસ્તીની સ્પર્ધામાં ભાગ લઈ ઝળહળતો વિજય પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ વી.એમ.શાળાનું નામ રોશન કર્યું હતું
જેમાં કુસ્તીની સ્પર્ધામાં વી.એમ.શાળાના પહેલવાન ખિલાડી સંજય તોમરે અંડર 17- 65કિલોગ્રામમાં પોતાના હરીફ ખેલાડીઓને પછાડી ગોલ્ડ મેડલ મેળવવાની સિધ્ધિ મેળવી હતી જ્યારે ચેતન શર્માએ અંડર14 -62 કિલોગ્રામમાં પોતાના હરીફ ખેલાડીઓને માત આપી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે શાળાની કુસ્તીની પહેલવાન ખેલાડી કિશોરી હીર ભટ્ટે અંડર 14 – 62 કિલોગ્રામમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે ઓપન વિભાગ 86 કિલોગ્રામમાં વૈભવ મિશ્રાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો જેમાં વી.એમ.શાળાની એક કિશોરી સહિત ચાર પહેલવાન ખેલાડીઓએ રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી શાળા સહિત પરિવારજનોને ગૌરવ અપાવતાંતમામ ચાર પહેલવાન ખેલાડીઓને તેમજ કોચ સુનિલભાઈ રાઠોડને વી.એમ. શાળાના આચાર્ય શિક્ષણગણ, સ્ટાફ સહિત તેઓના પરિવારજનો અને નગરના મહાનુભવોએ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.