રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર આજરોજ અચાનક સરકારી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા.અચાનક મુલાકાત કરી હતી, અને હોસ્પિટલની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પંહમહલ જીલ્લાની હોસ્પિટલમાં અચાનક મુલાકાતે આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર આવી પહોચ્યા હતા.
જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની સરકારી હોસ્પિટલ ની મુલાકાત આરોગ્ય મંત્રીએ કરી હતી.જિલ્લા ની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓની પણ મુલાકાત કરી હતી. આ સાથે જ જિલ્લામાં આરોગ્ય સેવા લોકો સુધી પહોંચે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં અચાનક આરોગ્ય મંત્રી મુલાકાત લેતા આરોગ્ય વિભાગ સતર્ક થયું હતું. સાથે જ દોડતું પણ થયું હતું.