અમરેલી જિલ્લાનું ધારી પંથક એ ગીર વિસ્તાર કહેવાય છે આ વિસ્તારમાં સિંહ વસવાટ કરે છે, સાથેજધારી નજીક સફારી પાર્કમાં પણ સિંહ છે. ત્યારે આ વિસ્તારમાં સિંહાના અવનવા વિડિયો વાયરલ થતાંહોય છે. ગમ્મ્તવાળા, શિકાર કરતાં હોટ તેવા વિડીયો અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે ફરીએકવાર આવીજ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં સિંહબાળનો મોજમસ્તી કરતો વીડિયો વાયરલ થયો છે.
ધારીના સફારીપાર્કમાં 2 સિંહબાળના જન્મ બાદ ખુલ્લા મુકવામાંઆવેલા સિંહબાળો મસ્તીએ ચડ્યા હતા. પીવાના પાણીના કુંડમાં લાકડાના ટુકડા જોડે ગેલ કરતા સિંહબાળો વિડિયોમાંજોવા મળ્યા છે. ડાલામથ્થા સિંહ-સિંહણ જોડે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સિંહબાળો બન્યા છે. વેકેશનના સમયમાં સફારીપાર્કમાંપર્યટકોના ઘસારો જોવા મળે છે. સિંહ બેલડી સંગાથે સિંહબાળોએ સફારીપાર્કની રોનક વધારી દીધી છે. સિંહબાળની મોજમસ્તી કરતો વીડિયો પર્યટકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે.