ચોરી નો ભેદ ઉકેલી 2 આરોપીઓને પકડી પાડતી બનાસકાંઠા એલ સી બી. બનાસકાંઠા LCB સ્ટાફ રઘુવિરસિંહ રાજેશકુમાર,મહેશભાઇ ,દિનેશકુમાર લક્ષ્મણભાઇ , ગજેન્દ્રદાન ,જોરાવરસિંહ, આશિષભાઇ પાલનપુર તાલુકા પો.સ્ટે વિસ્તારમાંપેટ્રોલિંગમાં હતા. દરમ્યાન હ્યુમન ઇન્ટેલીન્જ/ટેકનીકલ સર્વેલન્સ આધારે સિધ્ધપુર-પાલનપુર હાઇવે રોડ ઉપર આવેલ કાણોદરગામ હુસૈન ટેકરી ખાતેથી (૧) અલ્તાફભાઇ સ/ઓ યુનુસભાઇ મુરાદભાઇ મલેક રહે. તાહીરપુરા બિસ્મીલ્લા મસ્જીદની પાસે ગલીમાં સિધ્ધપુર તા.સિધ્ધપુર (૨) હાજીમીયા ચાંદભાઇ કડીયા (પીંડારા) રહે.
સાયરાબાઇની ચાલી બ્રીજની નીચે સિધ્ધપુરતા.સિધ્ધપુર વાળાઓને પકડી તેઓની સઘન પુછપરછ કરતા તે બંન્ને તથા તેઓની સાથે ઇરફાનભાઈ અબ્બાસભાઇ શેખ રહે,રસુલ તળાવ પાસે, સિધ્ધપુર વાળાઓ ભેગા મળી છાપી હાઇવે ઉપર આવેલ અમી હોટલની પાછળ આવેલ એકસોસાયટીમાંથી સી.એન.જી રીક્ષાની ચોરી કરી તે રીક્ષાનો ઉપયોગ કરી જગાણા પાટીયા પાસે હાઇવે રોડ ઉપર આવેલ ઇસેદુમીલની આગળ એક એરંડા ભરેલ ટ્રકની ચોરી કરેલ અને તે ટ્રક એરોમા સર્કલ ખાતે છોડી દીધેલ બાદ કેપલ હોટલની પાછળથી એક સફેદ કલરનું એકટીવાની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.