સુરતમાં લોન લેવાના નામે ઓનલાઇન એપ્લિકેશનથી લોકો સાથે છેતરપિંડી કરતા બંટી બબલી પોલીસ ગીરફતમાં આવ્યા.છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લોન આપવાના બહાને છેતરપિંડી આચરવાના કેસ વધી રહ્યા હતા. આ મામલે બંટી-બબલીનીઆખરે ધરપકડ થઈ છે. આ મામલે સુરત સાઇબર ક્રાઇમ માં સુરતના એક વ્યક્તિએ ફરિયાદ કરતાં સાઇબર ક્રાઇમની ટીમે બરોડા ખાતેથી બંનેને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી પ્રમાણે સુરતમાં લોન લેવાના નામેઓનલાઇન એપ્લિકેશનથી અથવા કોઈ પણ અલગ અલગ પ્રકારે લોકો સાથે છેતરપિંડીની ફરિયાદો સતત સુરત સાઇબર સેલમાં આવતી હતી. આ દરમિયાન માલુમ પડ્યું હતું કે વડોદરા ખાતે રહેતું એક યુગલ સુરતના એક વ્યક્તિને ઋણ આપવાના નામે ઠગાઇ કરી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી.