રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોળી સમાજનાં લોકો મોટી સંખ્યામાં ધરણા પર ઉતર્યા છે. સુરેન્દ્રનગર પોલીસનાંઅત્યાચારનાં કારણે જ વૃદ્ધનું મોત થયાનાં આક્ષેપ સાથે કોળી સમાજના લોકો દ્વારા જવાબદારો સામે ગુનો દાખલ કરી કડકકાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. અને આ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારી ધરણા ચાલુ રાખવાનીચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેને પગલે સ્થાનિક પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટનાં પ્રયાસો તેમજતપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સાડલા ગામેઅજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં અમિત બાવળીયા નામનો યુવક 20 દિવસ પહેલા એક યુવતી સાથે કોર્ટ મેરેજ કરી ફરાર થઈ ગયો હતો.
જેને શોધવા માટે સ્થાનિક પોલીસ કામે લાગી હતી પરંતુ યુવક હાથ નહીં લાગતા તેના પિતાદેવજીભાઈ તથા મિત્ર દીપકને ઉઠાવી લઈ પોલીસ મથકની બદલે ગુપ્ત સ્થળે લઈ જવાયા હતા. બાદમાં યુવકના પિતાદેવજીભાઇ અને યુવકનાં મિત્ર દીપકને ગુપ્ત જગ્યાએ અલગ અલગ બેસાડી સવારે આઠથી બપોરના ચાર વાગ્યા સુધી પૂછપરછ કરતા રહ્યા હતા. ત્યારબાદ યુવકના મિત્ર દીપકને છોડતા તે સીધો યુવકના પિતા દેવજીભાઇ પાસે પહોંચ્યો હતો. ત્યાં જતા જદેવજીભાઈ જમીન પર સુતેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ પ્રાઇવેટ કારમાં આવેલી પોલીસ યુવકના મિત્ર દીપક તથામૃત દેવજીભાઈને હોસ્પિટલે ઉતારીને નીકળી ગયા હતા.