બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણી હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી દબાણોની બદીએ માઝા મૂકી હતી. હાઈવે રોડસુધી કબજો કરી દબાણદારોએ કાચી -પાકી દુકાનો અને ગલ્લા બનાવી દીધા હતા. હાઈવે રોડના આ બથામણીયા કુજાથી વાહનચાલકો સાથે રાહદારીઓ અટવાઈ પડતા હતા. જેથી દફિક ચક્કાજામની પરિસ્થિતિ કાયમી બની ગઈ હતી. જે ટ્રાફિકમાં વાહનચાલકો કલાકો સુધી અટવાતા હતા જ્યારે રાહદારીઓ તોબા પોકારી ઉઠતા હતા, જેના કારણે નાના- મોટા અકસ્માતોના બનાવો પણ બનવા લાગ્યા હતા.
જેની ઉઠેલી રાડ- ફરિયાદો અને જાગૃત લોકોની વારંવાર રજુઆતોના પગલે હાઇવે ઓથોરિટીનાસત્તાધીશો સફાળા જાગ્યા હતાઅને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાઈવે રોડને નડતરરૂપ કાચા- પાકા દબાણો ઉપરજેસીબી ફેરવી દીધું હતું. રોડ ખુલ્લો થતા ટ્રાફિક સમસ્યા હળવી થઈ હતી. તેથી વાહન ચાલકો સાથે રાહદારીઓએ રાહતનો દમ લીધો હતો. જો કુે હવે હાઇવે રોડ ઉપર ફરી બિનધિકૃત દબાણો ન થાય તે માટે તંત્ર. સજાગ રહે તેવી ગામલોકોએ માંગ કરી હતી.