સુરતના પલસાણાના તાતીથૈયા ગામે રસોઈ કરતી વેળા એ ગેસના બોટલમાં એકાએક આગ લાગતા બ્લાસ્ટ થતા નાસભાગમચી જવા પામી હતી. પલસાણાના તાતીથૈયા ગામે સોની પાર્કમાં આવેલ એક રૂમમાં હયુવાન જમવાનું બનાવી રહયો હતો તેસમયે આગ લાગી હતી. જે એકાએક ગેસના બાટલામા લાગી જતા બ્લાસ્ટ થયો હતો. જોકે, યુવક સમય સુચકતા વાપરી પહેલાજ રૂમની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ પ્રચંડ બ્લાસ્ટમાં દિવાલ ખુરદો થઇ હતી. પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે સોનીપાર્કમાં મોહનભાઈની બિલ્ડીંગમાં એક રૂમમાં ભાડેથી રહેતો નાગેન્દ્ર શર્મા મિલમાંથી કામ કરીને આવ્યા
બાદ રસોઈ બનાવવા લાગ્યો હતો.
તે દરમિયાન અચાનક આગ લાગી હતી. જેથી યુવકે આગ ઓલવવાની ઘણી કોશિશ કરીહતી, પરંતુ આગ કાબુમાં નહિ આવતા યુવક રૂમની બહાર ભાગીને નીકળી ગયો હતો. અને થોડી જ વારમાં આગ ગેસનાસિલિન્ડરમાં લાગતા જ પાઇપ બળતા જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. યુવાન સમય સુચક્તાં વાપરી ઘરની બહાર નીકળીગયો હોવાથી બચી ગયો હતો. ઘરમાં પાંચ કિલો ગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં રૂમનો લોખંડના દરવાજો તૂટી પડ્યો હતો. તેમજ દીવાલનો એક ભાગ ખુરદો થઇ ગયો હતો.