પંચમહાલ જિલ્લાના હડબીયા ગામેથી પ્રેમસંબંધના શંકામાં ૧ ઇસમનું અપહરણ કરનાર ૨ અપહરણ કર્તાઓની પોલીસેઝડપી ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા. હાલોલ તાલુકાના ઘનસર વવા ગામે રહેતા અને પેસેન્જર છકડો રીક્ષા ચલાવતામનોજભાઈ ગણપતભાઈ સોલંકીનું ૧૪ મી મેના રોજ વાઘોડિયાના રામપુરા ગામની પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનીઅદાવતે હાલોલ તાલુકાના હડબીયા ગામે રહેતા પ્રવિણભાઇ વિષ્ણુભાઈ પરમાર અને કાલોલ તાલુકાના દેવ ચોટીયા ગામે રહેતા સંજયભાઈ રામસિંગભાઈ પરમાર નાઓએ હડબિયા ગામેથી છકડા સહિત અપહરણ કરીને લઈ ગયા હોવાની ફરિયાદ ભોગ બનનાર મનોજભાઈની પત્ની કૈલાશબેને હાલોલ રૂરલ પોલીસ મથકે કરતા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી
અને ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ અપહરણમા સંડોવાયેલ પ્રવીણભાઈ અને સંજયભાઈ ને ઝડપી પાડી અપહરણ કરાયેલમનોજભાઈ સાથે શું ઘટના બની છે અને તેઓ હાલમાં ક્યાં છે સહિતની તપાસ હાથ ધરી સમગ્ર બનાવ પરથી પડદો ઉઠાવવાપોલીસે બંને આરોપીઓને હાલોલ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ પ્રવીણભાઈ અને સંજયભાઈના ૨દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જેમાં પોલીસે બંને આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી મનોજભાઈને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.