ભરૂચના અંકલેશ્વર સત્યમેવ જયતે ગ્રુપ ના સભ્યએ પોતાનું જન્મ દિવસ વૃદ્ધઓ સાથે મનાવ્યો.. ભરૂચના કસક ઘરડાઘરમાંઅનેક વયસ્કો વસવાટ કરી રહયાં છે. સંતાનો કે પરિવારજનોએ તરછોડી દીધેલાં વયસ્કો ઘરડાઘરમાં એકલવાયું જીવન વ્યતિત કરીરહયાં છે. આ વયસ્કોના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસના ભાગરૂપે સત્યમેવ જયતે ગ્રુપ ના સભ્ય ક્રિષ્ના મોરિયા એ પોતાનો જન્મદિવસ વયસ્કો સાથે મનાવ્યો હતો .
ક્રિષ્ના મોરિયા પોતાના જન્મદિવસ નિમિત્તે ઘરડાઘર ખાતે કેક કટિંગ અને વયસ્કોનેશુદ્ધ જમવાનું જમાડી પોતાનો જન્મદિવસ મનાવી લોકોને અનુરોધ કર્યો હતો કે પોતાનો જન્મદિવસ હોય કે અન્ય પ્રસંગોમાંખોટા ખર્ચા કર્યા વગર માનવસેવાના હિત માટે અને વયસ્કોના જીવનમાં ખુશી નું એક પળ મળે તેવા પ્રયાસ દરેક વ્યક્તિએ કરવાનો સંદેશ આપ્યો હતો.. આ પ્રસંગે સત્યમેવ જયતે ગ્રુપના કિશન મોલિયા સાથે ગ્રુપના સભ્યો ખાસ ઉપસ્થિત રહી વયસ્કોને સાથે જન્મદિવસ નિમિત્તે કેક કટીંગ કરી સાથે જમી પોતાનો જન્મદિવસ મનાવી વયસ્કોના આશીર્વાદ મેળવ્યા હતા…