કોંગ્રેસ છોડ્યા પછી હાર્દિક પટેલે આજરોજ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આમામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વળતો પ્રહાર કરતા રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.જ્યાં તેમણે તીખા કટાક્ષ કરતા કહ્યું હતું કે,'હાર્દિકભાઈ ભાજપની પ્રેસનોટ વાંચી ગયા છે. હવે જેને જનરલ ડાયર કહેતા તેને હવેઈશ્વર કહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસને હાર્દિક પટેલ અને ભાજપ અંગેની પૂરી જાણકારી હતી. હાર્દિક પટેલનો પત્ર કમલમમાં લખાયો હતો. હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો મુદ્દો એ હતો કે તેના પર કેસ ચાલતો હતો.
જેલમાં ન જાય તેના માટેતેણે પ્રયાસો કર્યા. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે હાર્દિક પટેલને હેલિકોપ્ટર, પ્લેન આપવા સહિતની વ્યવસ્થા કરી આપી હતી.
તેમને પાંચ રાજ્યોમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સમાજનો સારો ચહેરોબન્યો હતો. પણ હાર્દિકનો મુળ મુદ્દો એ હતો તેની સામે રાજદ્રોહને કેસ ચાલતા હતા. પોતે જેલમાં ન જાય તે માટેહાર્દિકના પ્રયાસો હતા. હવે હાર્દિકના બધાને ફોન કરી ને કહે છે કે તમે પણ મારી સાથે કોંગ્રેસ છોડો. બાકી હાર્દિકના મોઢામાં શબ્દો મુકવામાં આવ્યા છે. કમલમમાંથી તમામ ભાષા આવી રહી છે.